////

Video : રસ્તાની સાઈડ પર બેઠેલા વૃદ્ધાને ખાવાનું મળતા થઈ ગયા ભાવુક અને પછી…

દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે વધતા કોરોના સંક્રમણે લોકોની દુનિયા બદલી નાખી છે. જેમાં દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ બની ગઈ છે, તો કેટલી જગ્યાઓ પર રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. ત્યારે આ કારણથી ઘણા લોકોને રોજગાર સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક ખુબ જ ઈમોશનલ વીડિયો વાયરલ થયો છે. જેમાં રસ્તાની સાઈડ પર બેઠેલા એક મહિલાને ખાવાનું મળતા તેમના રિએક્શન જોવા જેવા હતા.

આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વૃદ્ધ મહિલાનો વીડિયો શેર કર્યો છે. જેમાં આ મહિલા ખૂબ જ દયનીય હાલતમાં રસ્તાની બાજુમાં બેઠી હતી. તેમને જોઈને એક વ્યક્તિનું હૃદય ભાવુક થઈ ગયું હતું. તેણે તે વૃદ્ધ મહિલાને ખાવાનું અને પાણીની બોટલ આપી. આ વ્યક્તિની ઉદારતા જોઈને મહિલા પણ ખૂબ જ ભાવનાત્મક થઈને રડવા લાગી.

વૃદ્ધ મહિલાને ખાવાનું અને પાણી આપ્યા બાદ એટલી ભાવુક થઈ ગઈ કે, વ્યક્તિનેને પોતાની પાસે રાખેલા પૈસા આપવા લાગી. આ વીડિયોના કેપ્શનમાં આઇપીએસ ઓફિસરે લખ્યું કે, વીડિયોમાં મદદ મળ્યા બાદ માતાજીની ખુશી જોઇ આંખો નમ થઈ ગઈ. તે પૈસા પણ આપી રહી હતી, પરંતુ મદદ કરનારે પૈસા લેવાની ના પાડી દીધી. વૃદ્ઘાને આ હાલમાં જોઇ દુ:ખ થાય છે. જ્યાં વૃદ્ધોને આ રીતે રસ્તા પર છોડવામાં આવશે, તે સમાજનું પતન નિશ્ચિત છે.

આ વીડિયો માત્ર 27 સેકન્ડનો છે. અત્યાર સુધીમાં 55 હજારથી વધુ લોકો તેને જોઇ ચૂક્યા છે. તમામ યૂઝર્સ કોમેન્ટ કરી વ્યક્તિ અને મહિલાની ઉદારતાની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે કેટલાક યૂઝર્સે મહિલાની મદદ કરવાની દરખાસ્ત પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published.