અનામત વર્ગનાં રાજકીય આગેવાનો અને અલગ-અલગ સમાજો દ્વારા અનામત આંદોલન વેગ વંતુ બનાવવામાં આવ્યું છે. અનામત વર્ગ દ્વારા આંદોલનકારીઓને ન્યાય મળે એના માટે રાજકીય આગેવાનોએ પ્રયાસો શરૂ કર્યા છે અને આંદોલન દરમિયાન અનામત વર્ગને પણ પૂરતો ન્યાય મળે તેનાં માટે આગામી દિવસોમાં સરકાર સાથે મંત્રણામાં શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો મુખ્યમંત્રી સાથે બેઠક યોજશે.

અનામત આંદોલનની આ બેઠક ૬૭ દિવસોનાં આંદોલન બાદ પ્રથમ વખત થઇ રહી છે. અલ્પેશ ઠાકોરે એલઆરડી વિવાદીત પરિપત્ર રદ્દ કરવા ચિમકી આપી છે. આવતી કાલે ૧૭ ફેબ્રુઆરીએ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી કૂચ કરવાનું એલાન આપ્યુ હતું પરંતુ આ પહેલાજ તમામ રાજકીય આગેવાનો મુખ્યમંત્રી સાથે બેઠક કરશે અને ન્યાયની ચર્ચા કરશે. જોકે, મુખ્યમંત્રીએ રાજકીય આગેવાનને મીટિંગનું આંમત્રણ આપી ચર્ચા કરવા બોલાવ્યા છે. આજે સાંજે ૫ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી નિવાસ સ્થાને સમાજના આગેવાનો અને મુખ્યમંત્રીની મીટિંગ યોજાવાની સંભાવનાઓ જોવાઇ રહી છે.