/

અનર્બ ગોસ્વામીની વચગાળાની જામીન અરજી પર આજે સુનાવણી

રિપબ્લિક ટીવીના ચીફ એડીટર અનર્બ ગોસ્વામીને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નહતી. જેના પગલે તેમની વચગાળાની જામીન અરજી પર આજે શુક્રવારે ફરીથી સુનાવણી થશે.

આ કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ એસ.એસ. શિંદે અને જસ્ટિસ એમ.એસ. કર્ણિકની ડિવિઝન બેંચે કહ્યું કે, અમે આ મામલે તમામ પક્ષકારોની સુનાવણી કર્યા બાદ અમારો ચુકાદો જાહેર કરીશું. આ કેસમાં, રાજ્ય સરકાર અને ફરિયાદીને પણ બોલવાનો અધિકાર છે, તેથી વચગાળાની રાહતની અરજી મામલે શુક્રવારે સુનાવણી થશે.

ઉલ્લેખનિય છે કે ગોસ્વામી પર ઇન્ટિરિયર ડિઝાઇન અન્વય નાઈકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. આ કેસમાં રાયગઢ પોલીસે બુધવારે અર્નબની તેના ધરેથી ધરપકડ કરી હતી. અલીબાગની મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અર્નબે હાઈકોર્ટને આ કેસ રદ કરવા, વચગાળાના જામીન આપવા અને તપાસ પર રોક લગાવવા વિનંતી કરી છે.

એડવોકેટ પોંડાએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, પોલીસે અર્નબને ગેરકાયદેસર અટકાયત કરી છે. અમે પોલીસ વિરુદ્ધ કોર્ટમાં આવ્યા છીએ, તેથી ફરિયાદીને પક્ષકાર બનાવવામાં આવ્યો નથી. અમને ફરિયાદીને પક્ષકાર બનાવવા માટે છૂટ આપવી જોઈએ. આ કેસમાં, મારા ક્લાયન્ટને જામીન આપવાથી કેસમાં કોઈ વિપરીત અસર નહીં થાય.

Leave a Reply

Your email address will not be published.