///

ફેસબુક ઈન્ડિયાના પબ્લિક પોલિસીના હેડ અંખી દાસે આપ્યું રાજીનામું

ફેસબૂકે આપેલ માહિતી પ્રમાણે ફેસબુક ઇન્ડિયાના પબ્લિક પોલિસીના હેડ અંખી દાસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જેમાં તાજેતરમાં અંખી દાસને ડેટા સિક્યુરિટી બિલ 2019 અંગે સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું હતું. આ સમિતિની અધ્યક્ષતા ભાજપના સાંસદ મીનાક્ષી લેખી છે.

ગત મહિને ફેસબુક ઇન્ડિયાના વડા અજિત મોહન પણ સોશિયલ મીડિયા સાઇટના કથિત દુરૂપયોગ અંગે માહિતી અને ટેકનોલોજી અંગે સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા હતા. ત્યારે કોંગ્રેસના નેતા શશી થરૂર તે સમિતિના અધ્યક્ષ છે.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં ફેસબુક પર હેટ સ્પીચ અને રાજકીય ઝુકાવને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એક અમેરિકન અખબારના અહેવાલને ટાંકીને કહ્યું હતું કે, ફેસબુક ઇન્ડિયા દ્વેષપૂર્ણ ભાષણ સામે કાર્યવાહી કરી રહ્યું નથી. રાહુલ ગાંધીના આક્ષેપો બાદ ભાજપ અને કોંગ્રેસ પક્ષ આ મુદ્દને લઈને સામ-સામે આવ્યા હતા.

જો કે ફેસબુકે આ મામલે ખુલાસો આપતા કહ્યું હતું કે, તે હેટ સ્પીચના મામલામાં થતી કાર્યવાહીથી વાકેફ છે. તેની નીતિ હેઠળ કોઈપણ પક્ષ અથવા ધર્મ તરફ ધ્યાન આપતા નથી અને નિષ્પક્ષતા સાથે કાર્ય કરે છે.

Leave a Reply

Your email address will not be published.