///

અંકિતા લોખંડેએ એક વીડિયો શેર કરતા જ સુશાંતના ફેન્સ ભડક્યા

અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે છાશવારે તેના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે ફોટા શેર કરતી રહે છે. હવે અંકિતાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે જે કેટલાક લોકોને પસંદ પડ્યો નથી. અનેક લોકો એવા છે જે સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરી રહ્યા છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ પણ અંકિતાના વીડીયો પર કોમેન્ટ કરી રહ્યા છે.સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ અંકિતાને સવાલ કરી રહ્યા છે કે શું તે સુશાંતને ભૂલી ગઈ? અનેક લોકો અંકિતા પાસે સુશાંતને ન્યાય અપાવવાનું કહી રહ્યાં છે.

વીડિયોમાં અંકિતા હની સિંહના ફર્સ્ટ કિસ ગીત પર લિપસિંગ સાથે ગજબના એક્સપ્રેશન આપતી જોવા મળે છે. હવે આ વીડિયો પર સુશાંતના ફેન્સ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ફેને લખ્યું કે ‘અંકિતા લોખંડે સ્વાર્થી છોકરી છે’. બીજા ફેને લખ્યું ‘તમે સુશાંત સિંહ રાજપૂતને ભૂલી ગયા?’ જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે ‘સુશાંતના મોતને 6 મહિના વીતી ગયા છે પરંતુ અંકિતાએ કોઈ પોસ્ટ શેર કરી નથી.’

કેટલાક યૂઝર્સે તો કોમેન્ટ બોક્સમાં અંકિતાનો બોયકોટ કરવાની વાત કરી નાખી. હવે આ વીડિયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે. ઉલ્લેખનિય છે કે ઈન્સ્ટાગ્રામ પર પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે પોતાના ફેન્સ માટે વીડિયો શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.