/

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની જયંતી, વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂનો આજે 131મો જન્મદિવસ છે. પંડિત નેહરૂ બાળકોની વચ્ચે ‘ચાચા નેહરૂ’ના નામથી જાણીતા હતા. તેમનો બાળકો પ્રતિનો લગાવ જોઇને આજે ‘બાલ દિવસ’ પણ મનાવવામાં આવે છે. દેશ તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધા-સુમન અર્પિત કરી રહ્યો છે. આ અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

14 નવેમ્બર એટલે કે ઇતિહાસમાં સ્વતંત્ર ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મદિવસ તરીકે દર્જ થયેલો છે. આ દિવસને બાલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

મહત્વનું છે કે, 14 નવેમ્બર 1889 એ ઉત્તર પ્રદેશના ઇલ્હાબાદમાં (હવે પ્રયાગરાજ) જન્મેલા જવાહરલાલ નેહરૂને બાળકો સાથે ખાસ પ્રેમ હતો અને બાળકો તેમને ચાચા નેહરૂ કહીને જ બોલાવતા હતાં.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, દેશના પ્રથમ વડા પ્રધાન પં. જવાહરલાલ નેહરૂને તેમની જયંતી પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ.

જવાહરલાલ નહેરૂની જયંતી પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ.’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની જયંતી પર તેમને શાંતિવનમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, ભારત પોતાના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની જયંતી ઉજવી રહ્યો છે. રાહુલે કહ્યું કે, તેમણે ભાઇચારા, સમતાવાદ અને આધુનિક દ્રષ્ટિકોણની સાથે દેશની આધારશિલા રાખી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મુલ્યોના સંરક્ષણ માટે આપણે પ્રયાસ કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published.