/

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, T-20, વનડે અને ટેસ્ટ ટીમની પસંદગી

ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ સોમવારે ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી લીધી છે. વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી સમિતિએ બેઠક બોલાવી હતી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ ટી-20, ત્રણ વનડે અને ચાર ટેસ્ટ મેચ રમશે. પ્રવાસમાં ફિટનેસના કારણે રોહિત શર્માને ટીમમાં સ્થાન મળ્યુ નથી.

ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રણ ટી-20, ત્રણ વનડે અને ચાર ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં પ્રથમ બે વનડે સિડની ક્રિકેટ મેદાન પર 27 અને 29 નવેમ્બરે રમાશે, ત્યારબાદ છેલ્લી વનડે 1 ડિસેમ્બરના રોજ કેનબરાના મનુકા ઓવલ ખાતે રમાશે. 4 ડિસેમ્બરના રોજ પ્રથમ T-20 પણ કેનબરામાં રમાશે, ત્યારબાદ છેલ્લી 2 T-20 6 અને 8 ડિસેમ્બરના રોજ સિડની ખાતે રમાશે.

T-20 ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન (વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરુણ ચક્રવર્તી

વન ડે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

પિંક બોલ ટેસ્ટ 17થી 21 ડિસેમ્બર સુધી એડિલેડમાં સફેદ લાઇટમાં રમાશે. જો કોવિડ-19 સ્થિતિના કારણે મેલબોર્નના અધિકારીઓ MCGમાં મેચ રમવાની પરવાનગી નહીં આપે તો 26 ડિસેમ્બરથી શરૂ થનાર બોક્સિંગ ડે ટેસ્ટ એડિલેડમાં રમાઇ શકે છે.

સિડનીમાં 7થી 11 જાન્યુઆરી દરમિયાન ત્રીજી ટેસ્ટ રમાશે, ત્યારબાદ ટીમ 15 જાન્યુઆરીથી શરૂ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ માટે બ્રિસ્બેન ખાતે પહોંચશે.

ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ (વિકેટકીપર), ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, સિરાજ

ચાર વધારાના બોલર- કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, ઈશાન પોરેલ અને નટરાજન ભારતીય ટીમ સાથે પ્રવાસમાં હશે.

Leave a Reply

Your email address will not be published.