///

રાજ્ય સરકારના સરકારી કર્મચારીની અધધ આટલા કરોડની બેનામી મિલકત મળી આવી

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક એમ ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો સામે આવી રહી છે. ત્યારે વધુ એક ક્લાસ વર્ગ-3ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત એસીબીના ટાંચમાં લઇ ગુનો દાખલ કરાયો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આણંદમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વર્ગ-3ના ફિલ્મ આસિસ્ટન્ટ ધીરુભાઈ શર્માની 8 કરોડ 4 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત સામે આવી છે. જેમાં ત્રણ વર્ષમાં 1 કરોડ 18 લાખ રોકડ રકમ તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા તેમજ રોકડ રકમની સ્થાવર મિલકત ખરીદી અને ખર્ચ 1.10 કરોડ ખર્ચ મળી આવ્યો છે. ઉપરાંત ખેડામાં કરોડો રૂપિયાની કિંમતનો જલાશ્રય રિસોર્ટ અને લક્ઝરિયસ કાર પણ મળી આવી છે. જો કે આરોપી ધીરુ શર્માએ ખેડા, નડિયાદમાં અલગ-અલગ મિલકતો પોતાના કૌટુંબિકના નામે લીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલકત વસાવનાર 14 જેટલા અધિકારીઓ એસીબીના સકંજામાં આવી ચુક્યા છે. ઉપરાંત જમીન વિકાસ નિગમના અનેક અધિકારીઓ ભ્રષ્ટાચાર કેસમાં પણ સંડોવાયેલા છે. જેમાં ત્રણ વર્ષમાં 56 જેટલા કેસ કરીને કલાસ વર્ગ-1 અધિકારીઓથી લઈ વચેટીયાઓ સહિત 285 લોકો ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.