/

દિનુ બોઘા સોલંકીની મુશ્કેલીમાં વધારો વધુ એક ફરિયાદ

સોરઠના અતિ ચકચારી એવા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં ભાજપના બાહુબલી પૂર્વ સાંસદ દીનું બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 ને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી અભૂતપૂર્વ ચુકાદો ગત 12મી જુલાઈ 2019 આપ્યો હતો. હાલ આ સાતેય ગુન્હેગાર સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે સાક્ષીઓને જુબાની પર થી ફરી જવા ધાક ધમકી આપ્યા નું સી.બી.આઈ તપાસ માં સાબિત થતા વધુ એક ગુન્હો દીનું બોઘા સોલંકી સહિતના ગુન્હેગારો સામે ઉના પોલીસ સ્ટેશનમાં તા.1 માર્ચના નોંધાતા ચકચાર જાગી છે. 12 જુલાઇ ના સીબીઆઇ કોર્ટે જ્યારે દીનું બોઘા સહિતના ઓને દોષિત જાહેર કરી સજા ફટકારી ત્યારે આ કેસમાં સાક્ષીઓ ને ધાક ધમકીનો મુદ્દો ગંભીરતાથી ધ્યાને લીધો હતો અને સજાની સુનવણી સાથે સાથે સાક્ષીઓ ને ધાક ધમકી મુદ્દે ખાસ તપાસનો આદેશ કર્યો હતો. આ ચકચારી કેસમાં 192માંથી 155 સાક્ષી ફરી ગયા હતા જેમાં સીબીઆઈ કોર્ટે 27 સાક્ષીની ફરીથી જુબાની લીધી હતી. આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.

જુબાનીથી ફરી જનાર સામે કાર્યવાહીનો આદેશ

અમિત જેઠવા હત્યા મામલે 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. તેમાંથી દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓને સીબીઆઈ કોર્ટે જુબાની લીધી હતી. પરંતુ તેમાં પણ તે ફરી ગયા હતા.જેને ધ્યાને રાખીને સીબીઆઈ કોર્ટે ફરી જનાર તમામ સામે કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. સાથે જ એક સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામીના પુત્રના અપહરણ મામલે પણ તપાસ કરીને કોર્ટને રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો.

હત્યાની સોપારી માટેનો મોબાઇલ

દીવના હોટેલ માલિક ધર્મેન્દ્ર ગોસ્વામીના ફોનથી જેઠવાની હત્યાની સોપારી અપાઈ હતી. CBI તપાસમાં કૉલ ડિટેલ્સમાં આ વાતનો ખુલાસો થયો હતો.

Leave a Reply

Your email address will not be published.