////

રાજ્યની વધુ એક કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, કોઇ જાનહાની નહીં

રાજકોટમાં થોડા દિવસ પહેલા એક કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ લોકોના મોત નિપજ્યાં હતાં. આ મામલો હજુ શાંત પડ્યો નથી. ત્યાં અમદાવાદ શહેરના મણીનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. હોસ્પિટલના ઓક્સિજન મીટરમાં આગ લાગી હતી.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. આજે મણીનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં ઓક્સિજન મીટરમાં લાગી હતી. હાલ તો ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ રાજ્યમાં સતત કોવિડ હોસ્પિટલમાં લાગી રહેલી આગને કારણે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે.

અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગ બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આઠ જેટલી હોસ્પિટલમાં આગ લાગી છે. સરકાર માત્ર તપાસનું નાટક કરી રહી છે. આ સિવાય ગમે તેને હોસ્પિટલ ચલાવવાની મંજૂરી આપી રહી છે. સુપ્રીમ કોર્ટે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટે ગાઇડલાઇન બહાર પાડી પણ તેનું પાલન થઈ રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published.