
જમ્મુ-કાશ્મીરમાં કોરોનાને કારણે પ્રથમ મોત થયું છે.. કાશ્મીરમાં 65 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મૃત્યું નિપજ્યું છે.. શ્રીનગરના હૈદરપુરમાં મોત થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો સમગ્ર ઘટના હેઠળ જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. દેશમાં કોરોનાથી પીડાતા દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66થી વધુ નવા કેસ સામે આવ્યા છે જેથી દર્દીઓનો આંકડો 626 થયો છે. જેમાંથી 579 એકટિવ કેસ છે.. દેશના 25 રાજ્યોમાં કોરોના દસ્તક આપી ચુકયો છે.. જ્યારે સમગ્ર દેશ લોકડાઉન છે પરંતુ દર્દીઓની સંખ્યા ઓછી થવાનું નામ નથી લઈ રહી અને સાથેજ મોતના આંકડા પણ વધી રહ્યા છે. બુધવારે મધ્યપ્રદેશમાં પ્રથમ મોત થયું છે જ્યારે ઈન્દોરમાં પણ 60 વર્ષની એક શખ્સનું મોત થયું છે.. સાથેજ ગુજરાતમાં પણ 85 વર્ષની વૃદ્ધ મહિલાએ કોરોનાની ઝપટમાં આવી પોતાનો જીવ ગુમાવ્યો છે.