////

કોરોના સચિન તેંડુલકરના વધુ એક મિત્રને ભરખી ગયો

ટીમ ઇન્ડીયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે કોરોના વાયરસ મહામારીના પગલે વધુ એક નજીકનો મિત્ર ગુમાવી દીધો છે. પૂર્વ ક્રિકેટર વિજય શિર્કેનું 57 વર્ષની વયે મુંબઇ નજીક થાણે જિલ્લાની એક હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે.

આ તકે સચિન તેંડુલકરે ટ્વિચ કરી લખ્યું હતું કે, રેસ્ટ ઇન પીસ વિજય શિર્કે! જેને હું 15 વર્ષની ઉંમરથી જાણુ છું તેની સાથે ઘણો સમય પસાર કર્યો. તે યાદો મારી સાથે કાયમ રહેશે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના

1980ના દાયકામાં સનગ્રેસ મફતલાલ ટીમ માટે સચિન તેંડુલકર અને વિજય શિર્કે એક સાથે ક્રિકેટ રમતા હતાં. વિજયને ફાસ્ટ બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતાં.

સચિનના જૂના સાથી સલિલ અંકોલાએ પોતાના ફેસબુક પેજ પર વિજય શિર્કેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેઓએ લખ્યું છે કે ‘તમે જલદી અલવિદા કહી દીધું મારા મિત્ર, તમારી આત્માને શાંતિ મળે, મેદાન અને મેદાનની બહાર આપણે લોકોએ જે સમય વિતાવ્યો તે ક્યારેય ભુલાશે નહી.

Gone too soon my friend Rest in peace my friend Great times we had on and off the field can never be forgotten Vijay Shirke

Posted by Salil Ankola on Saturday, 19 December 2020

થોડા સમય પહેલાં વિજય શિર્કેને કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતાં. ત્યારબાદ તેઓને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે તેઓએ આ બિમારીથી છુટકારો મેળવી લીધો હતો, પરંતુ કોવિડ 19ની સાઇડ ઇફેક્ટના લીધે તે દુનિયાને અલવિદા કહી ગયા.

સચિન તેંડુલકરે આ પહેલાં પણ આવા દુખનો સામનો કરવો પડ્યો હતો. તેમના વધુ એક મિત્ર અવિ કદમનું નિધન પણ કોરોના વાયરસના મહામારીના લીધે થયું હતું. ઓક્ટોબર 2020માં અવિએ આ દુનિયાને અલવિદા કીધી હતી.

Leave a Reply

Your email address will not be published.