/

Breaking News : જયપુર રિસોર્ટ માંથી વધુ એક પાટીદાર ધારાસભ્યએ વિડિઓ જાહેર કરી કહ્યું મને પણ થઇ કરોડોની ઓફર

રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ-ભાજપ વચ્ચે જોરદાર જંગ જામ્યો છે કોંગ્રેસના 5 ધારાસભ્યોના રાજીનામાં બાદ એવું લાગતું હતું કે 1 બેઠક પર કોંગ્રેસની હાર નિશ્ચિત છે. પણ હજુ પણ ગેમ કઈંક અલગ જોવા મળી રહી છે. ત્યારે આ તમામ ઘટનાક્રમની વચ્ચે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિડીયો વાઈરલ કરતા ખળભળાટ મચી ગયો છે.

કિરીટ પટેલે વિડિઓ વાઇરલ કરી કહ્યું કે હું પાટણની પ્રજા સાથે હું દ્રોહ નહીં કરું. ભાજપ દ્વારા અમને ખરીદવાની કોશિશ કરવામાં આવી, કારોડો રૂપિયા આપવાની તેમજ મિનિસ્ટર બનાવવાની ઓફર કરવામાં આવી. કિરીટ પટેલે એવું પણ કહ્યું કે અમારી પાસે પુરાવા છે જરૂર પડે ત્યારે લોકો સમક્ષ લાવીસુ. ભાજપ અમને ખોટા કેસમાં જેલમાં પુરી દેય તે ભયના લીધી અમે બહાર જતા રહ્યા હતા. કિરીટ પટેલે આક્ષેપ લગાવતા કહ્યું કે કોઈપણ પ્રકારે અમે મત ના આપી શકીએ તે માટે ભાજપ અમને હેરાન કરી શકે તેમ હોય અમે સ્વેચ્છાએ બહાર ગયા છે.

Leave a Reply

Your email address will not be published.