//

સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, રાજ્યના 14 જિલ્લા કોરોનાથી સંક્રમિત

ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 124 પર પહોંચી છે તો રાજ્યમાં કુલ નવા 16 જેટલા કેસ નોંધાયા છે અને સુરતની મહિલાનું મોત પણ થયું છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાની જી. જી હસ્પિટલમાં 14 માસના નવજાતનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગરમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે ત્યારે સુરતમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે જેની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 16 થઈ છે.ઉલ્લેખનીય છે કે સુરતમાં અગાઉ એક મહિલાનું મૃત્યુ પણ નિપજ્યું છે. તો કોરોના હવ લોકલ ટ્રાન્સમિશનથી ફેલાઈ રહ્યું છે અને રાજ્યના 14 જિલ્લા સુધી પહોંચી ગયું છે.

Leave a Reply

Your email address will not be published.