////

કાળિયાર કેસ: કોરોનાના પગલે સલમાન ખાનને કોર્ટમાંથી મળી રાહત

બોલિવુડ અભિનેતા સલમાન ખાનને કાળિયાર શિકાર કેસ અને આર્મ્સ એક્ટ કેસમાં રાહત મળી છે. જેમાં સલમાનને આજે એટલે કે 1 ડિસેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ કોરોનાના વધતા સંક્રમણને પગલે તેને હાજરીમાંથી માફી મળી છે. 16 જાન્યુઆરીએ કોર્ટમાં સુનાવણી થશે.

સલમાન ખાન વર્ષ 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈની શૂટિંગ દરમિયાન તેમના કો એક્ટર સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહ પર કાંકણી ગામમાં એક કાળીયારનો શિકાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

તો વર્ષ 2018માં 5 એપ્રિલે જોધપુર સેશન કોર્ટના મુખ્ય મેજીસ્ટ્રેટે લગભગ 20 વર્ષ જૂના કેસમાં સલમાનને દોષીત માનીને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી અને સલમાને 10 હજાર રૂપિયાનો દંડ પણ ભર્યો હતો.

આ ઉપરાંત અન્ય આરોપીઓ સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ, વગેરેને નિર્દોષ માનીને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદમાં 7 તારીખે ફરી સુનાવણી થઇ હતી અને તેમને જામિન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.