////

આગામી મહિનાથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળવા લાગશે એન્ટી કોવિડ મેડિસિન 2DG

કોરોના મહામારી વચ્ચે ડોક્ટર રેડ્ડીઝ લેબએ જાહેરાત કરી છે કે એન્ટી-કોવિડ મેડિસિન, 2ડીજીના કોમર્શિયલ લોન્ચ જૂનના મહિનાના મધ્યથી શરૂ થવાની સંભાવના છે.

લેબના અનુસાર ત્યાં સુધી 2ડીજી દવાનો સાચો ભાવ પણ સામે આવી જશે અને દેશના મુખ્ય સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં આ દવા મળવાનું શરૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી આ દવા દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલ અને ડીઆરડીઓના કોવિડ હોસ્પિટલ્સમાં જ ઉપલબ્ધ છે.

હૈદરાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડીઝ લેબએ એક પ્રેજેંટેશન-પ્લેટ પણ શેર કરી છે. તેના પર સ્પષ્ટ લખ્યું છે કે જૂનના મધ્યથી દવા સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મળવાનું શરૂ થઇ જશે. આ ઉપરાંત કંપનીના અનુસાર દવાનો ભાવ નક્કી કરવામાં આવશે. જેથી વધુમાં વધુ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઇ શકે.

કંપનીએ સ્પષ્ટ કહ્યું કે જો હોસ્પિટલ, સંસ્થા અથવા પછી કોઇ બીજાને દવા વિશે કોઇ જાણકારી લેવી છે તો તે કંપનીના ઇમેલ (2DG@drreddy.com) પર સંપર્ક કરે. લેબે સ્પષ્ટ કહ્યું છે કે વોટ્સઅપ અને સોશિયલ મીડિયા પર પ્રચલિત ભ્રામક પોસ્ટ અને મેસેજ પર ધ્યાન ન આપો. જોકે સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટ સામે આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જે દર્દીઓને 2ડીજી દવાની જરૂર છે, તે પોતાની હોસ્પિટલ પાસેથી ડોક્ટર રેડ્ડીઝ લેબના બે ઇમેલ પર સંપર્ક કરે. વાયરલ પોસ્ટમાં બે ઇમેલ આઇડી પણ આપવામાં આવ્યા હતા, પરંતુ કંપની પોતાના નિવેદનમાં આ ઇમેલ અને પોસ્ટને નકારી કાઢી છે.

તમને જણાવી દઇએ કે 8 મેના રોજ દેશના પ્રમુખ રક્ષા સંસ્થા, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇજેશન (ડીઆરડીઓ)એ એન્ટી કોવિડ મેડિસિન 2ડીજી બનાવવાનો દાવો કર્યો હતો. દિલ્હી સ્થિર ડીઆરડીઓની ઇન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાઇન્સીસ (ઇનામસ) લેબએ રેડીઝ લેબ સાથે મળીને આ 2-ડિયોક્સી-ડી-ગ્લૂકોઝ એટલે કે 2ડીજી દવા તૈયાર કરી છે.

ડીઆરડીઓના અનુસાર ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 2ડીજીના ઇમરજન્સી ઉપયોગની પરવાનગી આપી દીધી છે. ત્યારબાદ 17 મેના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનએ આ દવાની પહેલી બેચ એઇમ્સ અને સેના દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલો માટે રિલીઝ કરી દીધી હતી. પહેલી બેચમાં લગભગ 10 હજાર સૈશે જાહેર કરવામાં આવ્યું છે. જૂન મહિનાથી દર અઠવાડિયે કંપની લગભગ એક લાખ સૈશે તૈયાર કરશે.

ગ્લૂકોઝના એનેલોગ પહેલા આ 2ડીજી દવા સૈશેના રૂપમાં સામે આવી છે અને પાણીમાં ઘોળીને દર્દીને પીવડાવવામાં આવે છે. ડીઆરડીઓનો દાવો છે કે આ દવાના સેવાનથી દર્દીઓને 40 ટકા ઓછા ઓક્સિજનની જરૂર પડે છે અને તે કોરોનાથી છુટકારો મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.