////

પાકિસ્તાનમાં અસામાજિક તત્વોએ હિંગળાજ મંદિરના માતાની મૂર્તિ કરી ખંડિત

પાકિસ્તાનમાં સિંઘ પ્રાંતમાં સ્થિત આવેલ હિંગળાજ માતા મંદિરમાં શનિવારે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે. આ મંદિર સિંધના થારપરકર વિસ્તારમાં આવેલું છે.

દુર્ગા ભવાનીના પૂરા દેશમાં કુલ 51 શક્તિપીઠ આવેલા છે. જેમાંથી 42 ભારતમાં છે, જ્યારે બાકી 1 તિબ્બત, 1 શ્રીલંકા, 2 નેપાળ, 4 બાંગ્લાદેશ અને 1 પાકિસ્તાનમાં છે. આ પહેલાં ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જ પાકિસ્તાનના સિંઘમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ તોડફોડ સિંઘના બદીન જીલ્લાના કડિયૂ ઘનૌર શહેરમાં શનિવારે સવારે રામ પીર મંદિરમાં તોડફોડ કરી કરવામાં આવી હતી.

થારપારકર જિલ્લો એ જૈન અને હિંદુ પ્રભાવવાળી પોતાની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસત માટે જાણિતો છે. જ્યાં ઐતિહાસિક બંગડી જબલ દુર્ગા માંદિર આવેલું છે. ભૂતકાળમાં આ જગ્યા પર જૈન ધર્મના લોકો મોટી સંખ્યામાં રહેતા હતા. ત્યાં ઘણા જાણિતા જૈન મંદિર પણ છે. નગરપારકર તાલુકાની વસ્તી દોઢ લાખથી પણ વધુ છે અને ત્યાં હિંદુ લોકોની વસ્તી લગભગ 90 હજાર છે.

51માંથી એક શક્તિપીઠ બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. એવી માન્યતા રહેલી છે કે, અહીં દર્શન માત્રથી જ તમામ પાપોનો અંત થઇ જાય છે. આ મંદિર સુરમ્ય પહાડીઓની તળેટીમાં આવેલી એક પ્રાકૃતિક ગુફામાં બનાવેલું છે. તિહસમાં ઉલ્લેખ છે કે, સુરમ્ય પહાડીઓની તળેટીમાં સ્થિત આ ગુફા મંદિર લગભગ 2000 વર્ષ જૂની છે. અહીં માણસની બનાવેલી કોઇ પ્રતિમા નથી પરંતુ એક માટીની વેદી છે જ્યાં એક નાના આકારની શિલાને હિંગળાજ માતાના રૂપમાં પૂજવામાં આવે છે.

માનવામાં આવે છે કે, જ્યારે પાકિસ્તાનનો જન્મ થયો ન હતો તે સમયે ભારતની પશ્વિમી સીમા અફઘાનિસ્તાન અને ઇરાન સાથે જોડાયેલી હતી. ત્યારથી બલૂચિસ્તાનના મુસલમાન હિંગળાજ દેવીની પૂજા કરે છે. તેમને ‘નાની’ કહીને મુસલમાન લાલ કપડું, અગરબત્તી, મીણબત્તી, અત્તર અને ચૂંદડી ચઢાવે છે. તાલિબાની કહેર અને ધાર્મિક કટ્ટરવાદના કારણે આ મંદિર પર ઘણા હુમલા પણ થયા. ત્યારે સ્થાનિક હિંદુ અને મુસલમાનોએ મળીને આ મંદિરને બચાવ્યું. ઉપરાંત આતંકવાદીઓએ જ્યારે આ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, તો તે માતાના ચમત્કારથી હવામાં લટકી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.