////

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક! રાત્રિ કરફ્યૂમાં પણ 6 વાહનોમાં આગ લગાવી નાશી ગયા

શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે સરકાર તરફથી રાત્રી કરફ્યુને લાગૂ કરવામાં આવ્યો છે. જો કે અસામાજિક તત્વો પોલીસના પેટ્રોલિંગ માટે પડકારરૂપ બની રહ્યાં હોય, તો કરફ્યૂમાં બહાર નીકળી રહ્યાં છે.

પોલીસ પેટ્રોલિંગથી બેખૌફ લુખ્ખા તત્વોની ટોળકીએ ગત રાત્રીના સમયગાળામાં શહેરના બાપુનગર વિસ્તારના સ્લમ ક્વાર્ટરમાં બાપા સીતારામ ચોક પર એક રીક્ષા અને 5 બાઈક સહિત 6 વાહનોને આગ ચાંપી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ આગના કારણે એક મકાનનો દરવાજો પણ સળગી ગયો હતો.

આ ઘટનાથી ભયભીત બનેલા લોકોએ પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. એવું કહેવાય છે કે, તોફાની ટોળકીએ વાહનો પર જ્વલનશીલ પદાર્થ નાંખીને આગ ચાંપી દીધી હતી. વાહનોમાં આગ લાગવાથી કોઈ એક વાહનમાં ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતાં. આગના કારણે વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. હાલ પોલીસે બાતમીદારો અને આસપાસ લાગેલા CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધર્યાં છે.

Leave a Reply

Your email address will not be published.