/

આ એક્ટરનો પુત્ર થયો જોબલેસ, સોશિયલ મિડીયા પર કરી પોસ્ટ

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરના પુત્ર અને એક્ટસ સિકંદર ખેર સોશિયલ મીડિયા પર કામ માગી રહ્યાં છે. સિકંદરે સોશિયલ મિડીયા પર એક પોસ્ટ શૅર કરી છે અને લખ્યું છે કે તેને કામ જોઇએ છે.

સિકંદર પોતાની આ તસવીરમાં ખુબ જ મુશ્કેલીમાં હોય તેવા લાગી રહ્યાં છે અને જેમાં તેની થોડી પણ સ્માઇલ નજરે નથી આવતી. મહત્વનું છે કે સિકંદર ખેર હાલમાં જ રિલીઝ થયેલી વૅબ સિરીઝ આર્યામાં નજર આવ્યા હતાં. તેમાં તેણે દૌલત નામના વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. આર્યા સિવાય સિકંદર મુમ ભાઇમાં પણ નજરે આવી રહ્યાં છે.

સિકંદરની આ પોસ્ટ પર લોકો ફની કમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યુ કે સર જ્યાં સુધી હું જાણું છું અમિતાભ બચ્ચન બાદ તમે જ સૌથી બિઝી એક્ટર છો. તેના જવાબમાં સિકંદરે લક્યું કે સર તમે ઇચ્છો છો કે હું ચુલ્લુ ભર પાણીમાં ડૂબી મરુ.

નોંધનીય છે કે સિકંદર ખેર કિરણ ખેરના પહેલા પતિ ગૌતમ બેરીના દિકરા છે. જ્યારે તે 3 વર્ષનો હતો ત્યારે કિરણે અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધા હતાં. સિકંદર અને અનુપમ વચ્ચે સખત બોન્ડીંગ છે. જલ્દી જ સિકંદર ફિલ્મ સૂર્યવંશીમાં નજર આવશે.

Leave a Reply

Your email address will not be published.