////

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી શકે છે અનુષ્કા, પુત્રી વામિકા સાથે પહોંચી અમદાવાદ

ભારત અને ઇંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે અમદાવાદમાં 5 મેચની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા અને તેમની પુત્રી વામિકા પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. બંને ત્રીજી ટી-20 મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જોવા મળી શકે છે. અનુષ્કા અને વામિકા હાલ વિરાટ કોહલી સાથે હોટલ હયાત રેજન્સીમાં રોકાયા છે. ત્રણેયની લાંબા સમય બાદ મુલાકાત થઈ છે.

અનુષ્કાએ હોટલ હયાત રેજન્સીના લાઉન્સથી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે લાઉન્સ એરિયામાં એક મોટી વિન્ડો પાસે ડેનિમ જીન્સ અને એક જેકેટમાં સોફા પર બેઠી જોવા મળી રહી છે. જો કે, આ તસવીરમાં તેમની પુત્રી વામિકા દેખાઈ રહી નથી.

ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ હોટલ હયાતમાં પોતાના પરિવાર સાથે રોકાયા છે. મેચની શરૂઆતથી જ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, ચેતેશ્વર પુજારા, સૂર્યકુમાર યાદવ અને અજિંક્ય રહાણે તેમના પરિવાર સાથે અહીં રોકાયા છે. આ તમામ ખેલાડી તેમના પરિવાર અને બાળકો સાથે મજાક મસ્તી કરી રહ્યા છે. ટેસ્ટ બાદ ઘણા ખેલાડીઓ તેના ઘર તરફ વળ્યા હતા.

ટેસ્ટ સિરીઝ બાદ પુજારા, રહાણે, રિદ્ધિમાન સાહા અને ઇશાંત ઘર તરફ પરત ફર્યા હતા. ભારતીય ટીમના કેટલાક ખેલાડી ટી-20 સિરીઝના 5 દિવસ પહેલા જ અમદાવાદ પરત ફર્યા હતા. આ તમામને હાલ આ સિરીઝ દરમિયાન હોટલમાં રોકાવવું પડશે. કોરોનાના કારણે દરેક ક્રિકેટર માટે હોટલમાં 1-1 રૂમ આપવામાં આવ્યો છે. બાયોબબલના કારણે તેમને દરેકને મળવાની પરવાનગી નથી. એટલું જ નહીં હોટલમાં કામ કરતા કર્મચારીઓને પણ 30 દિવસ સુધી હોટલમાંથી બહાર જવાની મંજૂરી નથી.

Leave a Reply

Your email address will not be published.