///

ભારતની કોઈપણ વ્યક્તિ હવે જમ્મુ કાશ્મીરમા ખરીદી શકે છે જમીન

હાલમાં ગૃહમંત્રાલય દ્વારા આજે એક નોટિફિકેશન રજૂ કરવામા આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, જમ્મુ-કાશ્મીરમાં હવે દેશની કોઇપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે. પરંતુ હાલમાં ખેતીની જમીનને લઇને પ્રતિબંધ લાગુ રહેશે.

આ અંગે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, બહારની ઇન્ડસ્ટ્રીઝ જમ્મુ-કાશ્મીરમાં આવે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડમાં ઇન્વેસ્ટની જરૂર છે. પરંતુ ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં આ પહેલા પણ માત્ર ત્યાંના રહેવાસી જ જમીનનું ખરીદ-વેચાણ કરી શકતા હતા. પરંતુ હવે બહારથી જનારા લોકો પણ જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકે છે.

આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન અધિનિયમની અંતર્ગતમાં લીધો છે, જેને કારણે હવે કોઇપણ ભારતીય જમ્મુ-કાશ્મીરમાં ફેકટરી, ઘર કે દુકાન માટે જમીન ખરીદી શકે છે. ઉપરાંત તેના માટે કોઇપણ પ્રકારના સ્થાનિક રહેવાસી હોવાનો પુરાવો આપવાની જરૂર હવે રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.