//

APL કાર્ડ ધારકોને પણ મળશે વિનામૂલ્યે અનાજ- અશ્વિની કુમાર

રાજ્ય સરકારે ગુજરાતના 66 લાખ ગરીબ પરિવારોને મફતમાં અનાજ વિતરણ કરવાનો મિર્ણય કર્યો હતો અને આ પરિવારજનોને એપ્રિલ મહિનાની શરૂઆતથી અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.. ત્યારે હવે APL-1 કાર્ડ ધારકો માટે પણ સારા સમાચાર મળી રહ્યા છે. તો APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં એપ્રિલ મહાના માટેનું અનાજ આપવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.. તેઓએ જણાવ્યું કે- APL-1 કાર્ડ ધારકોને પણ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, અને 1 કિલો ખાંડ આપવામાં આવશે.. તો APL-1 કાર્ડ ધારકોને આ વિતરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.