//

વડોદરાના ઉદ્યોગ એસોસિએશને કરી અપીલ, RBI ઉદ્યોગોને ધિરાણ કરે તેવી માંગ કરી

લોકડાઉનની સ્થિતિના કારણે રાજ્યના નાના- અને મધ્યમ ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી ગઈ છે સાથેજ નાના કે મધ્યમ ઉદ્યોગો સાથે જોડાયેલા કર્મીઓના હાલત પણ દયનીય બની છે ત્યારે વડોદરાના 22 ઉદ્યોગ એસોસિએશન ફોરમ દ્વ્રારા સરકારને રજુઆત કરવામાં આવી છે. વડોદરાના ઉદ્યોગ એસોશિયેશન દ્વારા નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગોને આર્થિક રીતે મદદ કરવાની માંગ કરાઈ છે. સાથે આરબીઆઈ આ તમામ નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોનો ધિરાણ કરે તેવી એસોસિએશન દ્વ્રારા માંગ કરવામાં આવી છે તો એમએસએમઈ અને 250 કરોડથી ઓછા ટર્નઓવર વાળા ઉદ્યોગોને વધુ સહાય થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. લોકડાઉનના કારણે કામ પર ના આવી શકતા હોય તેવા કર્મચારીઓ માટે સરકાર દ્વ્રારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને કર્મચારીઓના P.F. અને ઈએસઆઈની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે. લોકડાઉનના કારણે નાના ઉદ્યોગો સાથે સંકળાયેલી કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે અને ઉદ્યોગો પણ ઠપ બન્યા હોવાથી ઘણો નુકસાન ભોગવવાનો વારો આવ્યા છે જેથી એસોસિએશન દ્વારા રો મટીરીયલ અને તૈયારમાલની વહેલી તકે હેરફેર શરૂ થાય તેવી ભલામણ કરાઈ છે

Leave a Reply

Your email address will not be published.