//

જનતા કર્ફ્યુમાં જોડાવા કલાકરો અને ક્રિકેટરોની લોકોને અપીલ

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો છે. સાથોસાથ આગામી ૨૨મી માર્ચના રોજ વડાપ્રધાન દ્વારા જે જનતા કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે જાહેરાતના પગલે દેશના ક્રિકેટરો અને ગુજરાતી સાહિત્યકાર અને ભજનિક લોકો એ પણ મહામારીનો સામનો કરવા અને કર્ફ્યુ માં જોડાય અને રાષ્ટ્રહિતમાં સહભાગી થવાની વાત કરી છે

ગુરૂવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨મી માર્ચના રોજ જનતા કરફ્યુની વાત કહી હતી. જે વાતની હાલ સોશિયલ મીડિયામાં આમ આદમીથી માંડી સેલિબ્રિટીને પણ સમર્થન મળી રહ્યું છે. ત્યારે જાણીતા ભજનિક એવા હેમંત ચૌહાણ દ્વારા પણ વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલ જનતા કરફ્યુને સમર્થન આપવામાં આવ્યું છે. જાણીતા ભજનિક હેમંત ચૌહાણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન દ્વારા જે જનતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે તેનું આપણે સમર્થન કરવું જોઈએ હું પણ આ જનતા કરફ્યુમાં જોડાઈ ત્યારેઆ કોરોના વાઇરસ નામની વૈશ્વિક મહામારીથી બચવા તેને લક્ષમાં રાખી સૌ કોઈ જનતા કરફ્યુમાં જોડાઈ

કોરોનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે આગામી તારીખ ૨૨મી માર્ચના રોજ જનતા કરફ્યુની વાત જણાવી હતી. રવિવાર ૨૨મી માર્ચના રોજ લોકોને સવારે સાત વાગ્યાથી લઇ રાત્રિના નવ વાગ્યા સુધી ઘરમાં રહેવાનું આવાહન કર્યું હતું. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવેલ જનતા કરફ્યુનોનું સમર્થન લોકો કરી રહ્યા છે.
ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્ર જાડેજાએ તારી પત્ની રીવાબા જાડેજા સાથે વડાપ્રધાન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેનું સમર્થન કર્યું હતું. તો સાથે જ જાડેજા દંપતી એ જણાવ્યું હતું કે આપણ સૌ એ કોરોના વાયરસ સામે લડવા માટે એક થવું પડશે. તો આગામી ૨૨મી માર્ચના રોજ આપણા સૌ પોતપોતાના ઘરમાં પરિવાર સાથે રહી રવિવાર ની મજા માણીએ.અને દેશ પર આવેલી આફત માંથી ઉગરી જવાની કોસીસ કરીએ

ત્યારે ખ્યાતનામ હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર સાંઈરામએ લોકોને આહવાન કર્યું છે. તો સાથે જ સાઈરામ દવે જણાવ્યું છે કે હું પણ મારા પરિવાર સાથે રવિવારના દિવસે સવારે સાત થી લઇ અને રાત્રીના નવ વાગ્યા સુધી ઘરમાં રહેવાનો છું .ત્યારે આપ પણ દેશના હિતમાં આવી પડેલી આપતિનો સામનો કરવા સહિયારો પ્રયાસ કરીએ.. પરિવાર સાથે ઘરમાં જ રહીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર જોગ અપીલ ને જવાબદારીપૂર્વક નિભાવીએ.

Leave a Reply

Your email address will not be published.