
સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્રારા બે દિવસથી પાટીદારો સમાજના યુવાનો પર આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે આવેદન પાત્રો દેવામાં આવી રહ્યા છે જેમાં આજે રાજકોટ કલેકટરને પણ પાસના કાર્યકરો અને હોદેદારોએ આવેદન પત્ર આપેલ હતું અને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે સરકારે જેતે વખતે વચન આપેલ હતું કે પાટીદારો યુવાનો પર થયેલા કેશો પરત ખેંચવામાં આવશે પરંતુ આજદિન સુધી કેસો પરત નહિ ખેંચાતા અને હાર્દિકની મુશ્કેલી દિવસેને દિવસે વધતા હવે પાટીદારો ફરી મેદાનમાં આવ્યા છે અને તાલુકા અને જિલ્લા મથકે આવેદનો આપી રહ્યા છે આજે પાસના મુખ્ય કાર્યકરો અને કન્વીનરોએ રાજકોટ કલેકટરને આવેદન આપેલ હતું જેમાં હાર્દિકના પત્ની કિંજલ પણ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અગમ્ય કારણોથી હાજર નથી રહી શક્યા તેમછતાં પાસના કાર્યકરોએ આવેદન પત્ર પાઠવી કેશો પરત ખેંચવાની માંગ કરી હતી।