બાહોશ અધિકારી શ્રીમતી જ્યંતિ રવિની સરાહનીય કામગીરી, જાણો આ સનદી અધિકારીનો પરીચય

આવો એક અદભુત સનદી અધિકારીઓ નો પરીચય મેળવીએ

આજે વાત કરીએ ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતીરવિ ની…

કોરોનાનો કહેર ચાલે છે
પ્રધાનમંત્રીથી પંચાયત
કલેક્ટર થી ક્લાર્ક
પ્રેસિડેન્ટ થી પ્રજા
સહુ કોરોના થી ચિંતિત છે.
જ્યારે આપણે એક એવા સનદી અધીકારી ની વાત કરીએ જે છેલ્લા ૧૦ દિવસ થી રોજના ૨૦ કલાક સતત કામ કરી રહ્યા છે

હા, એ અધિકારી એટલે ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ ( IAS)

સ્વભાવે સરળ સહજ અને ભ્રષ્ટાચારનો દાગ નહીં. કડક વહીવટ કરતા જયંતિ રવિજી એ મદ્રાસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઇને હાવર્ડ યુનિવર્સિટી માં PHD કર્યું છે.. ૨૦૦૨ના રમખાણ સમયે જયંતિજી પંચમહાલ કલેક્ટર હતા. એ સિવાય શિક્ષણ, ગ્રામવિકાસ, પ્રધાનમંત્રી કાર્યાલય જેવા મહત્વના વિભાગોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. હાલમાં તેઓ I A S માં ગુજરાત કેડરના અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યંતિ રવિજીએ 2002થી લઈને અત્યાર સુધી હંમેશા ગુજરાતમાં ગમેતેવી પરિસ્થિતિમાં પણ ઉત્તમ કામો કરેલાં છે. જયંતિ રવિ સારા વહીવટકર્તા હોવા છતાં કડક અધીકારીની છાપ ધરાવે છે. પરંતુ દિલના એટલા જ પ્રેમાળ અને સાફ છે. તેઓ ૧૧ ભાષાઓ જાણે છે સાથેજ તેમણે સંસ્કૃતમાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે. નવાઈ લાગે તેવી વાત એ છે કે આટલી મોટી જવાબદારી નિભાવતા જયંતિ જી ખૂબ સારા ગુજરાતી ભજનો પણ ગાય છે. “મેરુ તો ડગે પણ મન ન ડગે” તેમનું પ્રીય ભજન છે અને તેઓ આ ભજન ખૂબ સરસ રીતે ગાય પણ છે. તેઓશ્રી સનદી સેવામાં જોડાયા તે પેહલાં આકાશવાણી દિલ્હીમાં યુવાવાણી, ઇંગ્લીશ ટોક્સ વગેરે કાર્યક્રમમાં ભાગ લેતાં.

તેઓ આકાશવાણી ના “બી” હાઇ ગ્રેડના માન્ય આર્ટીસ્ટ પણ છે જે ઘણાને નહીં જ ખબર હોય. મોટેરા સૂર્ય મંદિર ખાતે થતા મહોત્સવ દરમ્યાન કથક નૃત્ય પણ તેઓએ કરેલ છે. સતત સંવેદનશીલ એવા જયંતિજીના પરિવારમાં તેમના જીવન સાથી રામ ગોપાલજી, દીકરી કૃપા, દીકરો રામ પણ એટલા જ સરળ છે. આવા કુશળ મહિલા અધિકારીશ્રી હાલ સરેરાશ ૨૦ કલાક આપણા માટે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકાર ના આવા નિષ્ઠાવાન અને વફાદાર અધીકારીના હાથમાં આરોગ્ય લક્ષી નિર્ણય લેવાની જવાબદારી હોય ત્યારે આપણે ચિંતા મુક્ત જ રહેવું પડે. આવા બાહોશ અધીકારી શ્રીમતી જયંતિ રવિજીને નતમસ્તકે વંદન.

Leave a Reply

Your email address will not be published.