///

કેશોદ પોલીસની સરાહનીય કામગીરી – અસ્થિર મગજના લોકોને આપી ખુશી

કેશોદ પોલીસ લોકડાઉન સમયે કોરોના મહામારી વચ્ચે તમામ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખી રહી છે. તો સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રખડતા- ભટકતાં અસ્થિર મગજના વ્યક્તિઓને બસ સ્ટેશન ખાતે લાવી નવડાવવાની સેવા બજાવી હતી. પોલીસે શહેરના જુદા –જુદા રોડ પર મેલા કપડાં, વધી ગયેલા વાળ તેમજ દાઢીની હાલતમાં રખડતા અસ્થિર મગજના 8થી 10 લોકોને એસ-ટી બસ સ્ટેન્ડ પર લાવી મૂંડન કરાવી, નવડાવી ચોખ્ખા અને વ્યવસ્થિત કપડા પહેરાવ્યા હતા. કેશોદ પોલીસની આ સરાહનીય કામગીરીને શહેરીજનોએ ખૂબ બિરદાવી હતી. લોકડાઉનની પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ લોકો માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ક્યાંક ડીજે બજાવી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા છે તો ક્યાક કવિતાના માધ્યમથી કોરોના સામે લોકોને અવેર કરી રહ્યા છે ત્યારે કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલ ખરેખર બિરદાવવા લાયક છે

Leave a Reply

Your email address will not be published.