//

વસ્ત્રાપુર પોલીસની સરાહનીય કામગીરી, લોકોને કર્યા તણાવ મુક્ત

લોકડાઉનની વચ્ચે લોકોને તણાવમુક્ત રાખવા અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ દ્વ્રારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા 21 દિવસના દેશ વ્યાપી લોકડાઉનના કારણે લોકો ઘરમાં રહે છે જેથી લોકો માનસિક તણાવ જોવા મળી રહ્યા છે. લોકડાઉનની દેશવાસીઓ પર વિપરીત અસર જોવા મળી રહે છે જેના કારણે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની પોલીસે લોકોને તણાવમુક્ત રાખવા મ્યુઝિકનો કાર્યક્રમ યોજ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આઈસરમાં ડીજે અને આર્ટીસર રાખીને લોને મનોરંજન પુરુ પાડ્યું હતું. એટલુંજ નહીં ડીજે સાથે દેશભક્તિ અને મોટીવેશન ભર્યા ગીતો સાથે લોકોને મનોરંજન પુરું પાડયું હતું. સાથેજ ગરબાની ઘૂન સાથે લોકોને કોરોના સામે સાવચેત અને સુરક્ષિત રહેવાની અપીલ કરાઈ હતી. ઉલ્લેખનીયે છે કે લોકડાઉનના પગલે ગુજરાત પોલીસ પોતાનો જીવ જોખમમાં નાખી 24 કલાક ફરજ પર તૈનાત છે તો ક્યાંક પોલીસ કર્મચારીઓ દ્વ્રારા ગરિબ અને શ્રમિક લોકોને ફૂડ પેકેટ્સ કીટ આપવામાં આવી રહી છે તો બીજી બાજુ પોલીસ કર્મચારીઓ નાગરિકોને તણાવ મુક્ત પણ કરી રહ્યા છે. પોલીસ કર્મચારીઓની આવી સરાહનીય કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.

Leave a Reply

Your email address will not be published.