//

અરવલ્લીનો લાંચીયો અધિકારી ACBની ટ્રેપમાં ઝડપાયો

અરવલ્લીના જિલ્લા ટાઉન પ્લાનીંગ અધિકારી ACBના છટકામાં ઝડપાઇ જતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર જિલ્લાના એક જાગૃત નાગરિકે જમીનનો નકશો લેવા ટાઉન પ્લાનિંગ કચેરીની મુલાકાત લીધી હતી. જોકે લાંચીયા અધિકારીએ નકશાની નકલ માટે બે હજાર રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે અરજદારને વચેટીયાનો સંપર્ક કરવાનું જણાવ્યુ હતું. અરજદારે લાંચિયા અધિકારી અને તેના વચેટિયાને પાઠ ભણાવવા અરવલ્લી ACB અધિકારીનો સંપર્ક સાધ્યો હતો.

આ વચ્ચે ACBએ છટકું ગોઠવી વચેટિયાને અરજદાર પાસેથી 2 હજાર રૂપિયા લેતો રંગે હાથે દબોચી લીધો હતો. લાંચની રકમ મળી ગઈ હોવાનું ટાઉન પ્લાનિંગ અધિકારીએ ફોન પર સ્વીકારતા તાબડતોડ ACB અને તેમની ટીમે ટાઉન પ્લાનીંગ કચેરીમાં ત્રાટકી અધિકારીને ઝડપી લીધો હતો.

નોંધનીય છે અરવલ્લી જિલ્લા ટાઉન પ્લાનિંગ કચેરી ખાતે અધિકારીએ ચાર્જ સાંભળતાની સાથે ભ્રષ્ટાચાર શરૂ કર્યો હતો. જિલ્લામાં પ્લાન પાસ કરાવવા માટે બિલ્ડર પાસેથી ખુલ્લેઆમ લાખો રૂપિયાની લાંચ લેવામાં આવતી હોવાની બૂમો ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published.