/

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલ પ્લેયર ડિએગો મારાડોનાનું નિધન

આર્જેન્ટિનાને વર્લ્ડ કપ જીતાડનારા મહાન ફૂટબોલ પ્લેયર ડિએગો મારાડોનાનું 60 વર્ષને વયે હાર્ટએટેકથી નિધન થયું છે. તેમના નિધનની જાણકારી આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશને આપી હતી.

ડિએગો મારાડોનાનું 60 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન થયું છે. બે સપ્તાહ પહેલાં જ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે તેઓને બ્રેન સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

આર્જેન્ટિના તરફથી રમતા મારાડોના પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 91 મેચ રમ્યાં છે, જેમાં તેઓએ 34 ગોલ કર્યા હતાં. તેઓએ 4 FIFA વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમ્યાં, જેમાં 1986નો વર્લ્ડ કપ પણ સામેલ હતો. 1986 વર્લ્ડ કપમાં તે આર્જેન્ટિનાના કેપ્ટન હતાં. તેઓ ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયા હતાં અને ગોલ્ડન બોલ એવોર્ડ પણ જીત્યો હતો.

હેડ ઓફ ગોડથી પ્રખ્યાત 1986ના વર્લ્ડ કપમાં મારાડોનાએ હાથ વડે ગોલ કરીને આર્જેન્ટિનાને ઇંગ્લેન્ડ સામે જીત અપાવી હતી. આ ગોલ થકી ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી એલિમિનેટ થઈ ગયું હતું. હકીકતમાં રેફરી જુવે કે ખેલાડીએ હાથનો ઉપયોગ કર્યો છે તો તે ખેલાડીને યલો-કાર્ડ મળે છે અને ગોલ ગણાતો નથી. પરંતુ મારાડોના એવી પોઝિશનમાં હતા કે આ ગોલ સંભવ નહોતો.

Leave a Reply

Your email address will not be published.