/

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારની શરૂઆત : મોઢવાડિયા સાયકલ ચલાવી લોકી સુધી પહોંચ્યા

ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ આજે પોરબંદર જિલ્લા ના ગ્રામ્ય પ્રવાસની શરૂઆત કરી છે ગાંધીજીની 150મી જન્મજયંતીના ઉપલક્ષમાં મોઢવાડીયાએ આજે સવારે જિલ્લાના કાર્યકરો સાથે સાઇકલ યાત્રા કરી લોકો સુધી પહોંચ્યા હતા.

અર્જુન મોઢવાડીયાને સાઇકલ ચલાવતા જોઈ લોકો પણ અચરજ માં મુકાઈ ગયા હતા

અર્જુન મોઢવાડીયા આજે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને નઝર સમક્ષ રાખી લોકો વચ્ચે સાઇકલ પર સવાર થઈ પહોંચી ગયા હતા અને કાર્યકરો અને મતદારો ને મળી સરકારની નિસ્ફળતા અને કોંગ્રેસ દ્રારા વિપક્ષ ની ભૂમિકા ની ચર્ચા કરતા નઝરે પડતા હતા.

અર્જુન મોઢવાડીયા સાથે જિલ્લા પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિત ના કાર્યકરો જોડાયા હતા ગ્રામ્ય વિસ્તાર ની જનતા એ સાઇકલ સવાર કોંગી આગેવાનો અને કાર્યકરો નું સ્વાગત કર્યું હતું

Leave a Reply

Your email address will not be published.