/

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડની ફરી એકવાર NCB દ્વારા પૂછપરછ

દક્ષિણ આફ્રિકાની મોડેલ અને અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રાઇડ્સ ગુરુવારે ફરી એકવાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઓફિસ પહોંચી હતી. અહીં NCBની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. આ પહેલા બુધવારે બૉલિવુડ-ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીમાં રોકાયેલી NCBએ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને લગભગ છ કલાક પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

ગેબ્રિએલા બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ છે. જેના ઘરે સોમવારે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. રામપાલને પણ પૂછપરછ માટે NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડના ભાઈ એજિસિલોસ ડેમેટ્રિઇડ્સની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

રવિવારે જુહુમાં દિગ્ગજ બૉલિવૂડ ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ફિરોઝની પત્ની શબાનાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમને સોમવારે જામીન આપવામાં આવ્યા હતાં.

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ ડ્રગ્સ એંગલ આવતા સમગ્ર બૉલિવૂડમાં અરાજકતાનો માહોલ છે. બૉલિવૂડની અનેક હસ્તીઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડાર પર આવી છે. હાલમાં NCBએ બૉલિવુડ અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને નિશાન બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.