//

સેના પ્રમુખ જનરલ નરવણે આજથી નેપાળના પ્રવાસે

સેના પ્રમુખ જનરલ નરવણેનો 2 દિવસીય નેપાળ પ્રવાસ આજથી શરુ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંન્ને દેશો વચ્ચે સરહદને લઈ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય સેના પ્રમુખનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

નેપાળના પ્રવાસ પર જનરલ નરવણે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સહિત નેપાળના જનરલ ચંદ થાપા સાથે મુલાકાત કરશે. તે નેપાળી સેનાના આર્મી કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાં સ્ટૂડન્ટ-ઑફિસર્સને સંબોધિત કરશે. નેપાળના 2 દિવસના પ્રવાસ પહેલા સેના પ્રમુખ નરવણેએ તેમના પ્રવાસને મહત્વપૂર્ણ ગણાવ્યો છે. સેના પ્રમુખે કહ્યું કે, આ પ્રવાસથી ભારત અને નેપાળની મિત્રતા વધુ મજબુત થશે.

સેના પ્રમુખ નરવણેએ વધુમાં જણાવ્યું કે, હું ખુશનસીબ છું કે ભારત અને નેપાળના સંબંધોને મજબુત કરવા માટે હું કાઠમંડુ જઈ રહ્યો છું. આ નિમંત્રણ પર નેપાળ જઈ જનરલ થાપા સાથે મુલાકાત કરવાની ખુશી છે. મને આશા છે કે, આ પ્રવાસ બંન્ને સેનાને મજબુત કરનાર બંધન અને મિત્રતાને મજબુત કરવા માટે એક લાંબો રસ્તો નક્કી કરશે.

Leave a Reply

Your email address will not be published.