///

દેશની સીમા પર આતંકવાદી મોટો ખતરો, ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે : સેના પ્રમુખ

ભારતીય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે એ શનિવારેના રોજ ચેતાવણી આપી છે કે દેશની સીમા પર આતંકવાદીઓનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેઓએ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવા માટે આતંકવાદી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

સેના પ્રમુખ જનરલ નરવણેએ જણાવ્યું હતું કે ‘અમારી પશ્વિમી સીમાઓ પર હાલની સ્થિતિમાં આતંકવાદ હજુ પણ ગંભીર ખતરો બનેલો છે અને તમામ પ્રયત્નો છતાં તેમાં કોઇ ઘટાડો આવી રહ્યો નથી. LOC પર આતંકવાદીઓને લોંચ પેડ છે અને આતંકવાદી સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવા માટે જમ્મૂ તથા કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યાં છે.

આર્મી ચીફે વધુમાં જણાવ્યું હતું કે શિયાળની શરૂઆત સાથે જ આતંકવાદી ઘૂસણખોરીનો અંતિમ પ્રયાસ કરી રહ્યાં છે. કારણ કે બરફનું સ્તર વધુ થઇ જવાથી સીમા પર ઘૂસણખોરી કરવા આતંકવાદીઓ માટે અશક્ય થઇ જાય છે. જોકે આતંકવાદીઓ ઘાટીમાં દક્ષિણ તરફથી આવવાનું શરૂ દીધું છે અને હવે નીચલા વિસ્તારો દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયત્નમાં લાગી ગયા છે. તેમાં આંતરરાષ્ટ્રીય સીમા પર સુરંગ સામેલ છે.

સેના પ્રમુખ નરવણેએ વધુમાં જણાાવતા કહ્યું હતું કે ‘આજે દેશ તમામ પડકારોનો સામનો કરી રહ્યો છે, કેટલાક ઘરેલૂ છે અને કેટલાક બહારી. દેશની સીમામાં સશસ્ત્ર બળ સૌથી મજબૂત સ્તંભ છે. જ્યારે દરેક વસ્તુ નિષ્ફળ થઇ શકે છે, અમે નહી. યુદ્ધમાં કોઇ ઉપવિજેતા હોતું નથી. દરેક પડકારના સમયે દેશ અમારી પાસે અપેક્ષા કરે છે ભલે યુદ્ધની સ્થિતિ હોય, કુદરતી આફત હોય, કાનૂન વ્યવસ્થા બગડવાની સ્થિતિ હોય કે પછી રાજકીય અભિયાન.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સેના પ્રમુખે ઇન્ડીય નેવી એકેડમીની પાર્સિંગ આઉટ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. ટ્રેનિંગ પુરી કર્યા બાદ કુલ 164 ટ્રેની ઓફિસર બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published.