///

જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં સેનાએ જૈશનું નેટવર્ક કર્યું ધ્વસ્ત

જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં સેનાને એક મોટી સફળતી સાંપડી છે. જેમાં સેનાએ CRPF અને પોલીસની મદદથી જૈશ-એ-મોહમ્મદના એક નેટવર્કને ધ્વસ્ત કરી દીધું છે. સાથે જ જવાનોએ આતંકવાદીઓના છ મદદગારોની પણ ધરપકડ કરી છે. આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ નેટવર્ક ત્રાલ અને સંગમ વિસ્તારમાં થયેલા ગ્રેનેડ હુમલાની ઘટનામાં સામેલ રહ્યો છે. આતંકવાદીઓના છ મદદગાર સાથી પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના સંપર્કમાં હતા.

પોલીસે જણાવ્યું કે. આ છ મદદગારોની ધરપકડ કરવામાં આવી છે, તેમણે તાજેતરના દિવસમાં સુરક્ષા દળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પોલીસે આતંકીઓના સહયોગીઓના વિસ્ફોટકોની સામગ્રી પણ જપ્ત કરી છે. સાથે જ તમામ વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, ગત મહિને પોલીસે અવંતીપોરા વિસ્તારમાંથી બે લોકોની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા લોકો જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ સાથે જોડાયેલા હતા. જેમાંથી એક ત્રાલનો બિલાલ અહેમદ ચોપાન અને ચતલામ પમ્પોરનો રહેવાસી મુર્સલીન બશીર શેખ હતો. પોલીસે કહ્યું કે, આતંકવાદીઓના મદદગાર આ લોકો આતંકીઓની સહાયતા કરતા હતા. આ લોકો આતંકવાદીઓના સંપર્કમાં રહેતા હતા અને તેમના રોકવા માટે જગ્યા અને હથિયાર આપતા હતા.

Leave a Reply

Your email address will not be published.