/

કુપવાડામાં આતંકીઓ વિરૂદ્ધ સેનાનું ઓપરેશન, ત્રણ જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ સુરક્ષાદળોનું એક્શન ચાલુ છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં LOC પાસે ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષાદળોના ત્રણ જવાન શહીદ થયા છે. ઓપરેશનમાં સેનાના બે જ્યારે BSFના એક જવાન શહીદ થયા છે. આ પહેલા સુરક્ષાદળના જવાનોએ એલઓસી પર આતંકીઓની ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. જેમાં બે ઘુષણખોર માર્યા ગયા હતાં.

કોન્સ્ટેબલ સુદીપ સરકારે માછિલ સેક્ટરમાં ઓપરેશન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેના પણ આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશનમાં સામેલ છે. સરહદી સુરક્ષા દળના અધિકારીએ જણાવ્યુ કે આતંકીઓ વિરૂદ્ધ સંયુક્ત અભિયાન હજુ પણ ચાલુ છે.

શનિવાર રાત્રે માછિલ સેક્ટરમાં પેટ્રોલિંગ દરમિયાન એલઓસી પર શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. આતંકીઓ ઘુષણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતાં. તે દરમિયાન ઓપરેશનમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી એક રાઇફલ અને 2 બેગ જપ્ત કરવામાં આવ્યા છે. સેનાનું કહેવુ છે કે આતંકીઓ વિરૂદ્ધ તેમનું ઓપરેશન ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.