///

સૈન્ય ભરતી કૌભાંડ : દેશમાં CBI ના 30 ઠેકાણે દરોડા, 17 અધિકારી સામે FIR

દેશભરમાં સૈન્ય અધિકારીઓના ઠેકાણા પર CBIએ દરોડો પાડતા સંરક્ષણ જગતમાં સોપો પડી ગયો છે. સૈન્ય ભરતીમાં મોટા કૌભાંડની આશંકાને પગલે કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી છે. જેમાં લેફ્ટનન્ટ કર્નલ, મેજર, નાયબ સુબેદાર અને કોન્સ્ટેબલ રેન્કના લશ્કરી એધિકારીઓને ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે. તેમના પર સૈન્ય ભરતીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે.

CBIએ દેશભરમાં 30 સ્થળોએ સર્ચ કર્યું છે. જેમાં કૌભાંડમાં બેઝ હોસ્પિટલ, કેંટોનમેન્ટ તેમજ સૈન્યની અન્ય સંસ્થાઓ પણ સામેલ છે. તપાસ એજન્સીએ કપૂરથલા, ભઠિંડા, દિલ્હી, કૈથલ, પલવલ, લખનઉ, બરેલી, ગોરખપુર, વિશાખાપટ્ટનમ, જયપુર, ગુવાહાટી, જોરહાટ અને ચિરંગોનમાં દરોડા પાડીને ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે.

તો બીજી બાજુ CBIએ બેઝ હોસ્પિટલ દિલ્હી કેન્ટોનમેન્ટમાં તૈનાત નાયબ સુબેદાર કુલદીપસિંઘ, લેફ્ટનન્ટ કર્નલ એમવીએસએનએ ભગવાન, આર્મી એર ડિફેન્સ કોર્પ્સ વિશાખાપટ્ટનમ, મેજર ભાવેશ કુમાર, 31 SSB સિલેક્શન સેન્ટર નોર્થ, કપૂરથલાના ગ્રુપ પરીક્ષણ અધિકારી ઉપરાંત સિનિયર અધિકારીઓએ સામે કાર્યવાહી હાથ ધરી છે.

સેનામાં સર્વિસ સિલેક્શન બોર્ડ મારફત અધિકારીઓ અને અન્ય રેન્કની ભરતીમાં લાંચ અને અનિયમિતતાના આરોપો લાગ્યા હતા. CBIએ તેના જ આધાર પર આ કાર્યવાહી કરી છે. ત્યારે સૂત્રો મુજબ, કૌભાંડમાં સેનાના પરિવારના સભ્યો અને સૈનિકોના સબંધીઓ પણ સામેલ છે. તેની પણ તપાસ ચાલી રહી છે. સેનાની ત્રણેય પાંખમાં અધિકારી રેન્ક ઉપર પસંદગી માટે લોકો અરજી કરે છે તેમની પરીક્ષા સર્વિસ પસંદગી કેન્દ્રો પર SSB દ્વારા કરવામાં આવે છે.

તો ​​​​​​​કેટલાક લોકોએ ભરતીમાં જુનિયર અધિકારીઓની ગેરરીતિની સૈન્ય હેડક્વાર્ટરમાં ફરિયાદ કરી હતી. આ પછી મિલીટરી ઇન્ટેલિજન્સે પણ તેને નકારી ન હતી. પંજાબના કપૂરથલામાં લશ્કરી અધિકારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. આ કેસમાં અનેક તપાસ એજન્સીઓની સંડોવણીને લઇ સેનાએ CBI દ્વારા આ કેસની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરોડાને આ સાથે જ જોડવામાં આવીને જોવાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.