/

રેશન કાર્ડ ધારકોને વિના મૂલ્યે વિતરણ કરવા વ્યવસ્થા કરાઈ

21 દિવસના દેશવ્યાપી લોકડાઉનના પગલે રાષ્ટ્ર અને રાષ્ટ્રજનોની પરિસ્થિતિ કફોડી બની છે.. લોકડાઉનના કારણે છૂટક મજૂરી કરતા લોકો, રોજમદાર, લારી- ગલ્લા કે રીક્ષાવાળઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા જિલ્લા કલેકટરને અપીલ કરવામાં આવી છે. કોરોના વાયરસની વ્યાપક અસરના કારણે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને વિના મૂલ્યે રાશન આપવાની રજુઆત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 25 માર્ચે રૂપાણી સરકાર દ્વારા લાભાર્થીઓને વિના મુલ્યે રાશન આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિના મુલ્યે ફુડ બાસ્કેટ યોજના હેઠળ AAY કેટેગરીના લોકો અને તમામ બીપીએલ કુંટુંબોને કાર્ડ દીઠ 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડનો જથ્થો અને 1 કિલો આયોડાઈઝ મીઠું આપવામાં આવશે.. PHH કેટેગરી ધરાવતા લોકોને વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને 1 કિલો દાળ, મીઠું અને ખાંડ આપવામાં આવશે આ ઉપરાંત જે લોકો રેશનકાર્ડ કે અન્ય કોઈ પુરાવા ધરાવતા નથી અને અત્યંત ગરીબ અને નિરાધાર અને કુટુંબ વિહોણા છે તેવા લોકોને સરકારની બ્રહ્મ યોજના હેઠળ 1 કિલો ગ્રામ મીઠું, ખાંડ, દાળ, જ્યારે 3 કિલો 500 ગ્રામ ઘઉં અને 1 કિલો 500 ગ્રામ ચોખાનું વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.