///

પેટાચૂંટણીમાં રૂપિયા વહેચતા કોંગ્રેસના 2 કાર્યકરોની ધરપકડ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન છે. ત્યારે કરજણની પેટાચૂંટણીમાં રૂપિયા વહેચતા પોલીસે કોંગ્રેસના 2 કાર્યકરોની ધરપકડ કરી છે.

કરજણની પેટાચૂંટણીને લઇને મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે પોલીસે કાર્યવાહી કરતા સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલ નામના 2 કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસે રૂપા ગામ નજીકથી 2 કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આ બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે મિત પટેલ હજુ ફરાર છે. 57 હજાર રોકડ રૂપિયા સાથે પોલીસે આ કાર્યકરોની ધરપકડ કરી છે.

આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. કોંગ્રેસના કાર્યકરનું કહેવું છે કે, અમે ચૂંટણીપંચમાં જઇશું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થયો હતો કે જેમાં કરજણમાં ભાજપના કાર્યકરો પર પૈસા આપ્યાનો આરોપ લાગ્યો હતો. ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે કરજણના પોર-ઇટાલા વિસ્તારનો વીડિયો પ્રસાર માધ્યમમાં મૂકાયો છે. જો કે આ બંને ઘટના અંગે ચૂંટણી પંચે તપાસના આદેશ પણ આપ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.