//

સરા જાહેર રસ્તા પર તલવારથી કેક કાપનારની ધરપકડ

અમદાવાદના બાપુનગર ખાતે તાજેતરમાં જ દેવ બાદશાહ નામના યુવકે જાહેરમાં તલવારથી કેક કાપી હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોને લઈ બાપુનગર પોલીસે દેવ બાદશાહ અને તેના સાથીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો ગમે તે પોસ્ટ શેર કરતા હોય છે. ઘણા લોકો પોતાની લાઈક વધારવા માટે એવી હરકતો કરતા હોય છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામેનો પણ કરવો પડે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના બાપુનગર પાસે દેવ બાદશાહ નામના યુવકનો જન્મ દિવસ હોવાથી તેનું સેલિબ્રેશન કરવા માટે તેના મિત્રોએ જાહેર રોડ પર જ કેક કાપવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. આ યુવકે જાહેર માર્ગ પર તલવાર વડે દેવ બાદશાહ લખેલી કેક કાપી હતી અને જાહેરમાં જ ફાયરિંગ પણ કર્યું હતું.

જો કે, આ વીડિયો મીડિયામાં પ્રસારિત આવતા પોલીસ તંત્ર હરકતમાં જોવા મળ્યું હતું. જેના પગલે બાપુનગર પોલીસે ગણતરીના કલાકોમાં વીડિયોના આધારે અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published.