/

ઉમરગામના ડેહલીમાંથી 97 કિલો ગાંજા સાથે એક યુવાનની ધરપકડ

ઉમરગામના ડેહલી ગામે એક ઘરમાંથી રૂપિયા 9.70 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન યુવાનની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડ SOG ભીલાડ પોલીસે ઉમરગામ તાલુકાના ડેહલી ગામ ખાતેથી એક ઘરમાંથી 9.70 લાખની કિંમતનો 97 કિલ્લો ગાંજાના જથ્થા સાથે પવન પ્રતાપસિંહ પાલ નામના ઇસમને ઝડપી પાડ્યો છે.

ઝડપાયેલો યુવક સરીગામ જીઆઇડીસીમાં જેબીએફ કંપની સામે અશોક રાયની ચાલમાં ઘર જમાઈ બનીને રહેતો હતો. જ્યારે માલ વેચનારને વોન્ટેડ જાહેર કરી ભીલાડ પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.