///

કોમેડિયન ભારતી સિંહને ડ્રગ સપ્લાઈ કરનાર પેડલરની ધરપકડ

કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દંપતિના ઘરેથી ગાંજો જપ્ત થયો હતો. ભારતીએ NCB અધિકારીઓની સામે ડ્રગ્સ લેવાની વાત કબુલ કરી હતી. એક દિવસ ન્યાયિક કસ્ટડીમાં રહ્યાં બાદ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને જામીન મળી ગયા હતાં. પરંતુ NCBની કાર્યવાહી ચાલી રહી છે.

બુધવારે રાત્રે NCBએ કાર્યવાહી હાથ ધરતા ડ્રગ પેડલરને ઝડપી લીધો છે, જેણે ભારતીય અને અન્ય લોકોને ડ્રગ્સ સપ્લાઈ કર્યું હતું. જાણકારી અનુસાર મુંબઈના બાંદ્રા કોર્ટ જંક્શનથી મોડી રાત્રે સુનીલ ગવાઈ નામના ડ્રગ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. સુનીલ ગવાઈની પાસે 1.250 કિલો ડ્રગ્સ જપ્ત થયું છે.

NCBની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, સુનીલ ફૂડ ડિલીવરી બોય બની બધા લોકોને ડ્રગ સપ્લાઈ કરતો હતો. આ તકે ભારતી સિંહની સાથે તેણે અન્ય લોકોને ડ્રગ્સ સપ્લાઈ કરવાની વાત કહી છે. આરોપી પેડલરનું નેટવર્ક પશ્ચિમી મુંબઈમાં વધુ સક્રિય હતું. તેની પાસે ડ્રગ્સ લેનાર પણ આ વિસ્તારમાં રહેતા હતા.

ઉલ્લેખનિય છે કે શનિવારે NCBને ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગુપ્ત સૂચના મળ્યા બાદ ભારતી સિંહના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતાં. તે દરમિયાન એજન્સીને 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો. હાલ ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયા જામીન પર બહાર છે.

Leave a Reply

Your email address will not be published.