//

સોશિયલ મીડિયા પર અફવાઓ વાયરલ કરનારની ધરપકડ- CP આશિષ ભાટિયા

અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે- સોશિયલ મીડિયામાં લોકોએ મુસ્લિમ શાકભાજીને થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાયરલ કરી હતી. તો આ પોસ્ટ વાઈરલ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને અંતે મુકેશ પાટીલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે કોરોના પોઝિટિવ 23 વર્ષીય યુવતી સાજી થતાં તેને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 24 કલાકમાં બે વાર યુવતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તો છેલ્લા 18 દિવસથી યુવતીને એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવી હતી. પોલીસ કમિશ્નરે કહ્યું કે- રાજ્યમાં લોકડાઉનનો પોલીસ ખૂબજ કડકાઈથી અમલ કરાવી રહી છે..ઘરની બહાર ફરતા લોકો પર પોલીસ ડ્રોન દ્વારા નગર રાખી રહી છે.. જ્યારે સોશિયલ મીડિયામાં ડ્રોનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ધાબા પર કેટલાક લોકો ટોળું વળી જુગાર રમતા હતા અન ડ્રોન જોઈ તમામ લોકો ભાગવા લાગ્યા હતા. આ વીડિયોમાં એક વિંકલાંગ વ્યક્તિ પણ જોવા મળ્યો છે.. આ વીડિયો અમદાવાદના ઓઢવ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે જો કે આ ઘટના મામલે હજી કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી

Leave a Reply

Your email address will not be published.