/

રાજ્યમાં કલમ 144 અને લોકડાઉન વિધાનસભા કાર્યવાહી ચાલુ :કોંગ્રેસ

ગુજરાતમાં કોરોનાનો કહેર છે ભાજપના નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી  કોંગ્રેસના ધારાસભ્યોની ચિંતા કરવા કરતા વિધાનસભા ની કાર્યવાહી માં પણ બ્રેક લગાવી અને મુલતવી રાખવી જોઈ એ અને લોકોની સુખાકારી માટેના પગલાં ભરવા જોઈ એ એક તરફ કોરોનાનો ભય ફેલાવી અને મસમોટા બીલો મંજુર કરી ફોટો સેશન કરવા કરતા જનતાની આર્થિક પરિસ્થિતિ ની ચિંતા ભાજપે કરવી જોઈ એ આરોગ્ય લક્ષી પરિસ્થતિ સુધારવામાં ભાજપ સરકાર નબળી પુરવાર થઇ છે ગરીબ અને મધ્યમ લોકો બે ટંકના ખાવા માટે ફાંફા મારી રહ્યા છે ત્યારે ભાજપે નિવેદનો કરવા કરતા ગુજરાત અને દેશની જનતાની આર્થિક કથળેલી પરિસ્થિતિ પાર ખાસ ધ્યાન આપવાની જરૃર છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સમાચારવાલા સાથેની વાત માં જણાવેલ કે સમગ્ર રાજ્યમાં 144ની કલમ લાગુ  કરી દીધી છે મહાનગરોમાં લોકડાઉન કરી દીધા છે ત્યારે જનતાની હાલત શું છે તેની ચિંતા કરે કોંગ્રેસની ચિંતા કરે નહીં લોકોમાં ભય ફેલાવા કરતા હાલ લોકો ના આરોગ્યની ચિંતા ભાજપ કરે તેવી  વાત મનીષ દોશી એ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.