//

આ આર્ટિસ્ટે 30000થી પણ વધુ સિરિન્જ, કેપ્સ્યુલમાંથી તૈયાર કરી દુર્ગામાતાની મૂર્તિ

દુર્ગાપુજાને લઈને કંઈક અલગ કે નવીનતા કરવા માટે ભક્તો હંમેશા આતુર હોઈ છે. ત્યારે છેલ્લાં કેટલાક વર્ષોથી દુર્ગાપુજા કરવા માટે થીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભક્તો દુર્ગામાતાને રીઝાવવા માટે અલગ-અલગ થીમનું આયોજન કરીને દુર્ગાપુજા કરતા હોય છે. તો હાલમાં કોવિડ-19ના કહેર વચ્ચે તેને લગતી કૃતિઓ વિશેષ રીતે બજારમાં જોવા મળી રહી છે. જેમાં લોકડાઉનથી માંડીને કોરોના દર્દીઓની સારવાર કરતા કોરોના વોરિયર્સ, પરપ્રાંતિય મજુરોનું દર્દ રજૂ કરતી કૃતિઓનો સમાવેશ થાય છે.

આવો જ એક આર્ટિસ્ટ આસામના દુબરી ગામમાં જોવા મળ્યો છે, જેણે પોતાના કૌશલ્યથી કંઈક અલગ પ્રકારની મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ આર્ટિસ્ટ છે સંજીવ બાસકે. સંજીવે મેડિકલ વેસ્ટ થયેલી વસ્તુઓનો ઉપયોગ કરીને દુર્ગામાતાની અદ્દભૂત મૂર્તિ તૈયાર કરી છે. જેમાં તેણે 30000થી પણ વધુ એક્સપાયર્ડ થયેલી સિરિન્જ અને કેપ્સ્યુલનો ઉપયોગ કરીને એક મહિનાની અંદર જ દુર્ગામાતાની મૂર્તિ તૈયાર કરી છે.

આર્ટિસ્ટ સંજીવ ધુબરીમાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કામ કરે છે. લોકડાઉન દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે, અનેક મેડીકલ સ્ટોર્સ એકસપાયર્ડ થયેલી દવાને ફેંકી દેતાં હોય છે. ત્યારે તેમણે આ વેસ્ટના ઉપયોગથી દુર્ગામાતાની મૂર્તી બનાવવાનું વિચાર્યું હતું.

આ પહેલા પણ વર્ષ 2019માં તેમણે 166 કિલો ઈલેક્ટ્રીક વેસ્ટનો ઉપયોગ કરીને માતાની મૂર્તિ તૈયાર કરી હતી, જેના માટે તેમનું નામ આસામ બુક ફારે રેકોર્ડસમાં પણ નોંધવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.