દેશમાં કોરોનાનો કહેર યથાવત જ છે, ત્યારે હાલમાં ગુજરાત રાજ્યમાં પણ ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે કોરોના મહામારીના કારણે સ્કૂલો તેમજ કોલેજો પણ બંધ કરવામાં આવી છે. જોકે રાજ્યમાં કોલેજોમાં એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોલેજનો એક વિવાદ પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદમાં આવેલા આશ્રમ રોડ પર એસ.આર.મહેતા આર્ટ્સ કોલેજની મનમાની સામે આવી છે. જેમાં આ કોલેજ દ્વારા 30થી વધુ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવાની મનાઈ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ ફાળવ્યો હોવા છતા પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મનાઈ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓના એડમિશન પણ અટવાઈ ગયા છે. જેને લઈને વિદ્યાર્થીઓને કોલેજથી યુનિવર્સિટી તેમજ યુનિર્સિટીથી કોલેજના ધક્કા ખાવા પડી રહ્યાં છે.