/

Happy woman’s Day : જાણો વિશ્વ મહિલા દિવસનો રસપ્રદ ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશ્વમાં દર વર્ષે ૮ માર્ચનાં રોજ ઉજવવામાં આવે છે. મહિલાઓની આર્થિક, રાજકીય અને સામાજીક સિદ્વિઓની ઉજવણી તરીકે વિશ્વના દેરેક દેશો મહિલાઓ માટે આદર, પ્રશંસા, માટે ઉજવણી કરે છે. કુદરતની મહત્વપૂર્ણ રચનાઓમાંની એક માનવજાત છે અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓની રચના કરી છે. સમાજ પિતૃશાશક હોવાથી મહિલાઓએ જાવનમાં વધુ સંધર્ષ કરવો પડતો હોય છે. જોકે સમય જતાં ઘણી મહિલાઓ મજબૂત રીતે ઉભરી આવી છે. જેમણે પિતૃશાશક સામે પોતાના અધિકારો માટે લડત ચલાવીને પોતાના નિર્ણયો જાતે લીધા છે. આંતર રાષ્ટટ્રીય મહિલા દિવસ મહિલાઓની સમાનતાને વેગ આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ એક સદીથી વધુ સમયથી ઇજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ

અમેરિકામાં ૨૬ ફેબ્રુઆરીએ ૧૯૦૯નાં દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તે પછી ફેબ્રુઆરીનાં અંતિમ રવિવારે આ દિવસની ઉજવણી શરૃ થઇ હતી. સાલ ૧૯૧૦માં સમાજવાદી આંતરરાષ્ટ્રીય કોપનબેગન પરિષદમાં તેને આંતરરાષ્ટ્રીય દરજજો આપવામાં આવ્યો હતો. તે સમયે આંતરરાષ્ટ્રાય મહિલા દિનનો મપખ્ય ઉદ્દેશ મહિલાઓને મતઅધિકારીે આપવાનો હતો. કારણે તે સમયમાં મત આપવાનો અધિકાર નહોતો. ૧૯૧૪માં રશિયાની મહિલાઓએ મહિલા દિવસ પર બ્રેડ અને કપડા માટે ઐતિહાસિક હડતાળ કરી હતી. જેથી વચગાળાની સરકારે મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. તેમજ ત્યારબાદ સત્તા છોડી દીધી હતી. જુલિયન કેલેન્ડર તે સમયે રશિયામાં હતું. બાકીનાં વિશ્વમાં ગ્રેગોરિયન કેલેન્ડર હતું. આ બંને તારીખો વચ્ચે થોડો તફાવત છે. જુલિયન કેલેન્ડર મુજબ ફેબ્રુઆર ૧૯૧૪નો અંતિમ રવિવાર ૨૩મી ફેબ્રુઆરીએ હતો. જયારે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ૭ માર્ચને મહિલા દિવસ ઉજવવામાં આવે છએ. જીર્મન કાર્યકર કલારા ઝેટકીનનાં ઉત્સાહી પ્રયત્નોને આભારી ૧૯૧૦માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસે આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સંતિ આપી હતી. જેના પરિણામે ૧૯ માર્ચ ૧૯૧૧ના રોજ પ્રથમ આઇડબ્લ્યુડી, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક અને જર્મનીમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ યોજાયો હતો. જોકે બાદમાં મહિલા દિવસની તારીખ ૧૯૨૧માં ૮ માર્ચ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ૮ માર્ચે મહિલા દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. પ્રથમ ન્યુયોર્ક સિટીમાં સમાજવાદી રાજકીય કાર્યકમ તરીકે ૧૯૯૦માં યોજાયો હતો. ૧૯૧૭માં યોવિયત સંધે આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરી હતી અને ત્યારબાદ બીજા દેશોમાં ઉજવણી શરૂ થઇ હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કેટલા દેશમાં સત્તાવાર રજા હોય છે?
અફધાનિસતાન, અંગોલા, આમેર્નિયા, અઝરબૈજાન, બેલારુસ, બુર્કીનાં ફાસો, કેબોડિયા, ચીન, કયુબા, જયોર્જિયા, ગિની, બિસાઉ, ઓસ્િટ્રિયા, કઝાત્તાન, કિર્ગિસ્તાન, લાઓસ, મેસેડોનિયા, મેડાગાસ્ટર, મોલ્ડોવા, મોંગોલિયા, નેપાળ, રશિયા, તાજિકિસ્તાન, તુર્કેમેનિસ્તાન, યુગાન્ડા, યુક્રેન, ઉઝબેકિસ્તાન, વિયેતનામાં, ઝામ્બિયા જેવાં દેશોમાં આ દિવસની સત્તાવાર રજા હોય છે. કેટલાક દેશો કેમરૂન, ક્રોએશિયા, મોન્ટેનેગ્રો, બોસ્નીયા, હઝેગોવિના, સર્બિયા, બલ્ગેરિયા અને ચિલીમાં આજ સુધી જાહેર રજા નથી. તેમ છતાં હજી વ્યાપક સ્વરૃપે ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.