/

કેનાલમાં ગાબડું પડતા ધારાસભ્ય વસોયા ઉકળી ઉઠ્યા તાયફાઓ બંધ કરવાની આપી સલાહ

રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ ડેમના સેવત્રા ગામે કેનાલમાં ગાબડું પડતા ધોરાજીના ધારાસભ્યએ સરકાર સામે આંગળી ચીંધી અને સવાલ કર્યો છે કે સરકાર તાયફા બંદ કરીને ખેડૂતોને સિંચાઈના પાણીની પૂરતી વ્યવસ્થા કરો કેનાલ માં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ધારાસભ્ય અને ખેડૂત આગેવાન લલિત વસોયા ઉકળી ઉઠ્યા હતા.

ધારાસભ્ય લલિત વસોયા એ જણાવ્યું હતું કે કેનાલના ગાબડા પાછળ જેટલો ખર્ચ થવાનો હતો તેના કરતા હજારો ગણું નુકસાન આજે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે જો કે ધારાસભ્ય લલિત વસોયા વારંવાર ખેડૂતોના સિંચાઈના પાણી પ્રશ્ને લડત લડે છે અને ખેડૂતો હિત માટે સરકાર સામે બાયો પણ ચડાવે છે.

ધારાસભ્ય લલિત વસોયાએ જણવ્યું હતુ કે ઉપલેટાના મોજ ડેમના સેવત્રા ગામે કેનાલમાં ગાબડું સરકારમાં અનેક સરકાર તાયફા કરવામાં મશગુલ છે સરકારને ખેડૂતોની કોઈ પરવાહ નથી અનેક વખત ખેડૂતોના પાણીના પ્રશ્ને મામલે રજૂઆત કરી હતી ગાબડું પાડવાથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ હતી જે બાબતે અમોએ સરકાર માં અગાઉથી જ જાણ કરી હતી પરંતુ ગુજરાતની મુંગી સરકાર માત્ર પ્રજા ના કામો કરવાના બદલે વિદેશી મહેમાનો ની મહેમાન ગતિ પાછળ કરોડો રુપિયા ખરચી નાખે છે તેના કરતા જો કેનાલો અને રોડ રસ્તા માં એટલોજ ખર્ચ કરે તો ગુજરાત ભાજપ સરકારે ખેડૂતના હિત અને વિકાસ કર્યો સાર્થક ગણી શકાય ધારાસભ્ય વસોયા એ ખેડૂતો ની ચિંતા કરી અને આજે  સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો .

Leave a Reply

Your email address will not be published.