////

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા મેયર મેદાનમાં ઉતર્યા, સિટીબસમાં કર્યું માસ્કનું વિતરણ

રાજ્યમાં કોરનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ, સુરત સહિત રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણમાં વધારો થયો છે. જેના પગલે રાજકોટના મેયર ખુદ મેદાનમાં ઉતર્યા છે. આજે કે. કે. વી. હોલ ખાતે મેયર ડૉ. પ્રદીપ ડવ સીટીબસમાં મુસાફરીને માસ્ક પહેરવા અપીલ કરી હતી. સાથે જ કોરોના માટે વધુમાં વધુ લોકોના એન્ટીજન ટેસ્ટ થાય તે માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ પણ આપી હતી.

રાજકોટમાં વધતા જતા કોરોનાના સંક્રમણને પગલે તંત્ર દોડતું થયું છે. રાજકોટના મેયર ડૉ. પ્રદિપ ડવ આજે કે. કે. વી હોલ ખાતે સીટી બસમાં પહોંચ્યા હતા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ જે લોકોએ માસ્ક નહોતા પહેર્યા તેવા લોકોને માસ્કનું વિતરણ પણ કર્યુ હતું. ડૉ. પ્રદિપ ડવે લોકોને સાવચેતી રાખવા અને કોવિડના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. તો રોડ પર રિક્ષાઓમાં જતા મુસાફરો અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 115 કેસ સામે આવ્યા છે. ત્યારે કોરોનાનું ટેસ્ટિંગ વધુ થાય તેવા પ્રયાસ કરવા મેયરે આરોગ્ય વિભાગને સૂચના આપી છે. રાજકોટના કે. કે. વી હોલ ચોક અને રૈયા ચોકડીએ એન્ટીજન ટેસ્ટ માટેના બે બુથ શરૂ કરવામાં આવ્યા છે.

મેયર ડૉ. પ્રદીપ ડવે જણાવ્યુ હતું કે, જાહેર સ્થળો પર લોકોને મોટી સંખ્યામાં એકત્રિત ન થવા અપીલ છે સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ રાજકીય જમાવડા ન કરવા સૂચનાઓ આપી છે તેનું પાલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.