//

અસારવા આર્મી દ્વારા કરાય છે લોકોને આર્થિક સહાય, જમવાની સાથે ફૂડ પેકેટ્સનું પણ વિતરણ

કોરોના વાયરસ અને લોકડાઉનના કરાણે રાજ્યની અને રાજ્યના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે. ઉલ્લેખનીય છે કે દેશના અન્ય રાજ્યમાંથી લોકો ગુજરાતમાં રોજગારી મેળવવા આવે છે પરંતુ અત્યારે લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ બન્યા છે ત્યારે અન્ય રાજ્યોમાંથી રોજગારી મેળવવા આવેલા લોકોની પરિસ્થિતિ કફોડી બની છે. અમદાવાદના અસરવા આર્મી પરિવાર દ્વ્રારા ગરીબ પરિવાર માટે ભોજનની વ્યવસ્થી કરવામાં આવે છે. તો સતત દસ દિવસથી આર્મી પરિવાર દ્વ્રારા લોકને સ્વાદિષ્ટ ભોજન પુરુ પાડવામાં આવી રહ્યું છે.તો ઓરિસ્સાથી રોજગાર માટે આવેલા 70થી વધુ ગરીબ પરિવારોને પણ અસારવા આર્મી પણ પરિવાર તરફથી સાંજે જમવાનું આપવામાં આવે છે.. તો ઓરિસ્સાના 70થી વધુ પરિવાર માટે બે ટાઈમ જમવાનું અને ઘર વપરાશની વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અસારવા આર્મી પરિવાર દ્વ્રારા ગરિબ પરિવારને ટૂથ પેસ્ટ, સાબુ સૂકો નાસ્તો જેવી અનેક જિવન જરૂરિયાત વસ્તુ પણ આપી લોકોને આર્થિક સહાય કરવામાં આવી રહી છે.. તો આર્મી પરિવાર દ્વ્રારા લોકડાઉન રહેશે ત્યાં સુધી જીવ જરૂરિયાત ચીજ વસ્તુનું વિતરણ કરાશે સાથેજ લોકોને સાંજે જમવાનું પણ આપવામાં આવશે. આર્મી પરિવાર દ્વારા ગરિબ લોકોને સાંજે ભોજન આપવામાં આવે છે સાથેજ 2000 ફૂડ પેકેટ્સનું વિતરણ પણ કરવામાં આવે છે આમ અસારવા આર્મી પરિવાર લોકોને આર્થિક સહાય કરી મદદરૂપ બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.